પોરબંદર રેલ્વે વિભાગને રાજકોટ ડિવિઝનમાં સમાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર રેલ્વે વિભાગને રાજકોટ ડિવીઝનમાં સમાવવા અંગે વડાપ્રધાન સુધી રજૂઆતો કરાઇ હતી. પોરબંદરના અગ્રણી દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યુ હતુ કે પોરબંદરમાં અનેક પ્રવાસીઓ રેલ્વેમાં મુસાફરી કરી અવર જવાર કરતા હોય છે. અને પોરબંદર રેલ્વે વિભાગનુ મુળ ડિવિઝન ભાવનગર ડિવિઝનના તાબા હેઠળ આવેલ છે.

પોરબંદરથી ભાવનગરનું અંતર 400 કીમીથી પણ વધુ છે. જેના પગલે જિલ્લાની રેલ્વે વિભાગની લગતી મુશ્કેલી અને પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટે લોકોને ભાવનગર જાવાની ફરજ પડે છે. રજૂઆત માટે ભાવનગર સુધી લંબાવવામાં લોકોને હાડમારી વેઠવી પડતી હોવાથી ઘણા પ્રશ્નોના નિરાકરણ થતુ નથી.

અને પ્રશ્નોના નિકાલમાં પણ વિલંબ થાય છે. પોરબંદર જિલ્લાના રેલ્વે વિભાગને ભાવનગર ડિવિઝન હેઠળથી તબદીલ કરી, રાજકોટ ડિવિઝનમાં સમાવવામાં આવે તો પોરબંદરના લોકોને રેલ્વેના સંબંધે પ્રશ્નોના નિરાકરણ માટે સરળતા પડશે જેથી યોગ્ય કરાઇ તેવી માંગ કરાઇ હતી.