તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ ખાતે શુબુકાઇ નેશનલકરાટે ચેમ્પીયનશીપમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ ખાતે શુબુકાઇ નેશનલકરાટે ચેમ્પીયનશીપમાં પોરબંદરની વિધાર્થીનીએ ‘કાતા’ માં ગોલ્ડમેડલ અને ‘કુમિતે’ માં બ્રોન્ઝમેડલ મેળવી પોરબંદરનું ગૌરવ વધાર્યુ છે.પોરબંદરના સાંદિપની રોડ પર આવેલ સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ ખાતે શુબુકાઇ નેશનલ કરાટે ચેમ્પીયનશીપ-2019-20 નું આયોજન કરવમાં આવ્યુ છે. નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં પોરબંદર ઉપરાંત અન્ય જીલ્લાઓમાંથી 200 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પોરબંદરના છાંયા પ્લોટચોકી ચારણના ડેલા સામે રહેતી પૂજા અશોકભાઇ હિંડોચા નામની વિધાર્થીનીએ ભાગ લીધો હતો. અને આ વિધાર્થીનીએ ‘કાતા’ સ્પર્ધામાં પોતાનું કૌંવત બતાવી ગોલ્ડમેડલ હાંસલ કર્યો હતો તેમજ આ વિધાર્થીનીએ ‘કુમિતે’ સ્પર્ધામાં ભાગ લઇ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ વિધાર્થીની ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધો.-9 માં અભ્યાસ કરે છે. ગોલ્ડ અને બ્રોન્ઝ 2 મેડલો હાંસલ કરતા, શાળા અને પોરબંદરનું ગૌરવ વધારતા પૂજા હિંડોચાને ઠેર ઠેરથી શુભેચ્છાઓની વર્ષાઓ વરસી રહી છે. આ તકે પૂજાએ એવું જણાવ્યુ હતુ કે વિધાર્થીનીઓએ સ્વરક્ષા માટે કરાટે શીખવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો