તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાન મથકમાં મોબાઈલ સહિતના સાધનો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર લોકસભાની બેઠક પર 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, જેના અનુસંધાને ચૂંટણીપંચની સૂચના મુજબ મતદાન મથક આસપાસ 100 મીટર વિસ્તારમાં તથા 23 મે ના મતગણતરીના દિવસે મતગણતરી સ્થળે મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ કે વોકીટોકી સહિતના સાધનો કે ઈન્સ્ટ્રુમેન્ટ્સ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લા મેજીસ્ટ્રેટે ફરમાવેલ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ અધિકારીઓ, સલામતી અધિકારીઓ કે જેને મતદાન મથકની નજીક ફરજ સોંપેલ હોય તથા ફરજો સબબ આવા સાધનો ફાળવેલ હોય તથા ચૂંટણી નિરીક્ષકો અને મતદાનની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓને ફરજના ભાગરૂપે આવા ઈન્સ્ટ્રુમેન્ટસ સાધનોનો ઉપયોગ કરવાનો થાય છે તેઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં તેવું જણાવ્યું હતું.

4 થી વધુ વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ
મતદાન મથક પર 4 થી વધુ લોકોને મતદાન મથકથી 200 મીટર સુધીના વિસ્તારમાં એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...