તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં ઓનલાઈન GK ટેસ્ટમાં 1800 છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદરમાં ઓનલાઈન જી.કે. ટેસ્ટ યોજાતા 1800 છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પોરબંદર શહેરમાં આવેલ વી.જે. મોઢા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વી.જે. મોઢા કોલેજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન જી.કે. ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાભરમાંથી ધોરણ 10 થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 4 દિવસ સુધી આયોજીત પરીક્ષામાં 1800 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીવડે તેવી ઓનલાઈન જી.કે. પરીક્ષામાં ટોપ-20 જેટલા વિદ્યાર્થીઓને બિરદાવાયા હતા. સાથોસાથ પરીક્ષામાં ભાગ લેનાર તમામ છાત્રોને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે કોલેજના ટ્રસ્ટી અશોક મોઢાએ પણ ભાગ લેનાર છાત્રોને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...