તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણની સવારે આકાશમાં પૂરાશે રંગ... ઉંચી ઉડશે પતંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આકાશમાં આજે જાણે પતંગયુધ્ધ જામશે. એ..કાપ્યો છે નો શોર ગુંજી ઉઠશે. છત્ત અને ધાબા પર જ ચીકી, ખજુર, શેરડી અને જીંજરાની મહેફીલ મંડાશે. પતંગ રસીયાઓ આકાશને અવનવા રંગથી રંગી નાખશે. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર પંથકમાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહથી ઉજવણી થશે. સાથે સાથે દાન-પૂણ્યનો પણ મહિમા ગુંજી ઉઠશે.

મકરસંક્રાંતિ પર્વની સૌરાષ્ટ્રભરમાં પરંપરાગત ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે પતંગ રસીયાઓ છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત હોય પતંગ-ફીરકીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. પતંગ રસીયાઓએ માત્ર પતંગની જ નહી અવનવા બ્યુગલ્સ, કેપ, માસ્ક, ગુબ્બારા વિગેરેની પણ મન મુકીને ખરીદી કરી હતી. દિવસભર નાના-મોટેરા સૌ કોઇ છત-ધાબા પર અડ્ડો જમાવી આ પતંગ યુધ્ધને માણશે. ધાબા પર જ સાથે સાથે અવનવી સાઉન્ડ સિસ્ટમના સંગાથે ગીત-સંગીત પણ ગુંજી ઉઠશે. બીજી તરફ ઉત્તરાયણ પર દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થતા હોય જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર પંથકમાં ઠેકઠેકાણે ઘાયલ પક્ષીઓ માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. કોઇપણ દુર્ઘટનાની સ્થિતીને પહોંચી વળવા 108 ઇમરજન્સી સર્વીસ પણ ખડેપગે તૈનાત છે. મકરસંક્રાંતિ પર દાન-પુણ્યનો મહિમા હોય ગૌશાળા, પાંજરાપોળો માટે દાન સ્વીકારવા ઠેક ઠેકાણે સ્ટોર ઉભા કરાયા છે.

મકરસંક્રાંતિ પહેલા જ પોરબંદરમાં પતંગના દોરાથી 13 પક્ષીઓ ઘાયલ થયા : તબીબ દ્વારા સારવાર
પોરબંદર | પોરબંદરમાં વનવિભાગ દ્વારા મકરસંક્રાતિ પૂર્વે જ પક્ષી અભિયારણ ખાતે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ઓપરેશન થીયેટર સહિત તબીબોને હાજર કરી દેવામાં આવ્યા છે. મકરસંક્રાતિના એક દિવસ પહેલા જ પતંગના દોરાથી 13 પક્ષીઓ ઘાયલ થયા હતા, જેઓને સારવાર માટે આ પક્ષી અભિયારણ ખાતે લાવવામાં આવ્યા હતા. મકરસંક્રાતિના એક દિવસ પહેલા શહેરના વિવિધ વિસ્તારો સુભાષનગર, છાંયા, નરસંગ ટેકરી, ચોપાટી, બોખીરા, ખારવાવાડ સહિતના વિસ્તારોમાં પતંગોથી 13 જેટલા પક્ષીઓને ઇજાઓ પહોંચી હતી. ખાસ કરીને પતંગના દોરાથી પક્ષીઓની પાંખો અને પગમાં ઇજાઓ પહોંચી હતી. આ પક્ષીઓમાં કબૂતર, પોપટ, કંકણસાર, બગલા, ઢોક બગલો, ધોધલો જેવા પક્ષીઓને ઇજાઓ પહોંચતા તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી.

દોરાથી બચવા ટુ વ્હીલરમાં સળીયાની ગાર્ડ લગાવતી પોલીસ
શું કરવું અને શું ન કરવું ? 108નું માર્ગદર્શન
ઉત્તરાયણ પર જો થોડી સાવચેતી રાખવામાં આવે તો અકસ્માતની ઘટનાઓ ટાળી શકાય છે. થોડી બેદરકારી જીવલેણ ઇજા પહોંચાડી શકે છે કે માનવમૃત્યુ થઇ શકે છે. 108 ઇમરજન્સી સેવા દ્વારા લોકોને સાવચેતીના પગલા રૂપે શું ન કરવું અને શું ન કરવુ તેના કેટલાક સુચનો કરાયા છે. જેનો અમલ કરવો જોઇએ તેમ પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણાએ જણાવ્યુ હતું.

જૂનાગઢ : મકરસંક્રાતિના તહેવારને લઇને આકાશમાં પતંગ બાજી જોવા મળતી હોય છે. ત્યારે ટુ વ્હીલ લઇને જતા વ્યક્તિને પતંગના દોરાથી કોઇ ઇજા ન પહોંચે તે માટે જૂનાગઢ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલરમાં લોખંડના સળીયાની ગાર્ડ બનાવી વિના મુલ્યે લગાડવામાં આવી છે. મેહુલ ચોટલીયા

2 વર્ષમાં વાસી ઉત્તરાયણે વઘુ લોકો ઘાયલ
જિલ્લો 14 જાન્યુ. 15 જાન્યુ.

અમરેલી 47 59

ગીર સોમનાથ 75 78

જુનાગઢ 50 66

પોરબંદર 24 25

શું કરવું ?
પતંગ ચગાવતા પહેલા આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવવી જોઇએ જેથી દોરીથી ઇજા ન પહોંચે

બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગ ચગાવવા જોઇએ

વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવા જોઇએ

સાયકલ ચાલક કે પગપાળા જતા લોકોએ પણ સાવચેત રહેવુ જોઇએ

જો કંઇ ઇજા થાય તો 108 નંબર ડાયલ કરવો

અગાશીમાં ફર્સ્ટ એઇડ કીટ અવશ્ય રાખવી

શું ન કરવું ?
લીસી, ખડબચડી, તુટેલી અને નબળી છત પર ઉભા ન રહેવુ જોઇએ

નબળા બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચડવુ

ઉંચાઇએથી જમીન પર કુદવુ ન જોઇએ

જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવુ જ જોઇએ

ઇલેકટ્રીક વાયર, રોડ પર કે થાંભલા નજીક પતંગ ન ચગાવવી

અગાશી કે છતની પાળી પર ન ચડવુ જોઇએ

ઇલેકટ્રીક વાયરમાં ફસાયેલી પતંગ કે દોરી લેવા પ્રયાસ ન કરવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો