તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી સંદર્ભે પોરબંદરમાં અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી-પોરબંદર દ્વારા વિવિધ સ્ક્વોડ તેમજ કમીટીઓની રચના કરવામાં આવી છે. જુદી-જુદી ટીમના અધિકારીઓ, કર્મચારીઓ ચૂંટણી સંદર્ભે કામગીરીની વિશેષ જાણકારી માટે જિલ્લા સેવા સદન-પોરબંદર ખાતે તાલીમ યોજવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાલીમમાં તેમણે ફ્લાઈંગ સ્ક્વોડ, વિડીયો ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, ખર્ચ નિરીક્ષક ટીમ, મીડીયા મોનીટરીંગ ટીમ સહિતની બાબતો અંગે વિસ્તૃત સમજણ આપી તટસ્થ રીતે કામગીરી કરવા સાથે ફીલ્ડમાં જ્યારે ફરજ બજાવવાની થાય ત્યારે લોકો સાથે વ્યવહાર અને વર્તણુંક પ્રત્યે વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું. ચૂંટણી સંદર્ભે નોડલ ઓફિસર એક્સપેન્ડીસર અને જિલ્લા વિકાસ અધિકારીએ પક્ષના ખર્ચ, ઉમેદવારના ખર્ચ, શેડો રજીસ્ટર અને વિવિધ ખર્ચની ગણતરી તેના દૈનિક અહેવાલ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકના પ્રારંભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ બેઠકનો ઉદેશ સ્પષ્ટ કરી ચૂંટણીતંત્રની કામગીરીની વિગતો આપી હતી. આ બેઠકમાં બેઠકમાં પ્રાંત અધિકારી કે.વી. બાટી, જિલ્લા તિજોરી અધિકારી, જિલ્લા માહિતી અધિકારી અર્જુન પરમાર સહિત તમામ સ્કવોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો