તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતા 2 ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર-કોલીખડા રોડ પર બાઈકમાં 40 લીટર દેશી દારૂ સાથે પોલીસે 2 શખ્સને ઝડપી લીધા હતા. ભાટીયાબજારમાં રહેતો મહેશ નરશીભાઈ સલેટ અને કપિલ ભીખુભાઈ ચૌહાણ નામના 2 શખ્સો મોટરસાયકલ પર કોલીખડા ત્રણ રસ્તા રોડ પરથી પસાર થતા હતા. ત્યારે પોલીસે તેમને રોકીને તલાશી લેતા આ બન્નેના કબ્જામાંથી 40 લીટર દેશી દારૂ ભરેલ બાચકું કિંમત રૂપીયા 800 નું મળી આવ્યું હતું. આથી પોલીસે બાઈક સહિત કુલ રૂપીયા 10,800 નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સોની અટકાયત કરી હતી. વધુ પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો આદિત્યાણા ગામે રહેતા ભાયા સેજાભાઈ ગુરગુટીયા પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...