પોરબંદરમાં માત્ર 2 અને 5 રૂપિયામાં ભોજન પૂરૂં પડાશે

Porbandar News - in porbandar only 2 and 5 meals will be provided 032512

DivyaBhaskar News Network

Dec 30, 2018, 03:25 AM IST
પોરબંદરમાં હજુરા ફાઉન્ડેશન દ્વારા ગરીબ-અમીરભોજનાલય શરૂ કરાશે જેમાં લાભાર્થીઓને માત્ર 2 અને 5 રૂપીયામાં ભોજન પૂરૂં પાડવામાં આવશે. આંતરરાજ્ય કક્ષાએ સામાજીક સેવા બજાવનાર હજુરા ફાઉન્ડેશન-પોરબંદરમાં ગરીબ-અમીર ભોજનાલય શરૂ કરશે જેમાં પ્રત્યેક લાભાર્થીને માત્ર રૂપીયા 2 માં ફૂલ થાળીનું ભોજન પૂરૂં પાડવામાં આવશે તેમજ પોરબંદર શહેર પ્રવાસન હબ હોવાથી 2 મોબાઈલ ભોજનાલય પણ પૂરા પાડવામાં આવશે. જેમાં લાભાર્થીઓને પોતાના સ્થળે ફૂલ થાળી મેળવવા માટે માત્ર 5 રૂપીયા ચાર્જ ચૂકવવો પડશે. 2018-19 નું વાર્ષિક બજેટ બનાવતી વખતે સંસ્થાએ હુંકાર ભર્યો હતો કે આ યોજનાને આવનારા 20 વર્ષ સુધી કોઈ નાણાંકીય તકલીફ પડશે નહીં. આ યોજના માટે સંસ્થા ફાળો લઈ શકશે પરંતુ હાલ સંસ્થાને લોકફાળાની કોઈ જરૂરીયાત નથી. આ યોજના થકી સ્વાવલંબી બનવા ઈચ્છુક અને દરિયાદેવ સોસાયટી દ્વારા સ્વરોજગાર અભિયાનમાં કામ કરતી બહેનોને રોજગાર અને લાભાર્થીઓને ભોજન મળી રહે તેવો સંસ્થાનો ઉદેશ જોવા મળી રહ્યો છે. આ યોજના માટે આ સંસ્થાના પ્રમુખ ભાર્ગવ જોષીએ એવું જણાવ્યું હતું કે ભોજનાલયમાં 2 સમય ભોજન મળશે. જેમાં બપોરના સમયે રોટલી, શાક, દાળ-ભાત તથા સાંજના સમયે રોટલી અને શાક પૂરા પાડવામાં આવશે. ભોજનાલય આગામી મે મહિનામાં શરૂ થશે અને તેનું લોકાર્પણ એક દિવ્યાંગ મહિલાના હસ્તે કરાશે.

X
Porbandar News - in porbandar only 2 and 5 meals will be provided 032512
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી