તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં ઉનાળાને લીધે ઝાડા - ઉલ્ટીના દર્દીઓમાં વધારો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ઉનાળાનો ધમધોકાર તડકા પડી રહ્યા છે. તાપમાનનો પારો ઉનાળાના પ્રારંભે 39 ડીગ્રી સુધી પહોંચી ગયા બાદ 35 ડીગ્રી આસપાસ તાપમાન રહે છે. પોરબંદરમાં ઉનાળાના પ્રારંભથી સતત બફારો જોવા મળી રહ્યો છે. ધમધોકાર તાપમાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભાવસિંહજી હોસ્પિટલ ખાતે છેલ્લા એક અઠવાડીયામાં 100 જેટલા ઝાડા-ઉલ્ટીના દર્દીઓ નોંધાયા હતા. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ ઝાડા-ઉલ્ટીના દર્દીઓનો ઉનાળા દરમિયાન વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુ દરમિયાન તડકા પડવા લાગ્યા હોવાથી ઠંડાપીણાં અને શેરડીના રસની લારીઓ પર લોકો ઠંડક મેળવવા માટે ઠંડાપીણાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે બહારના વાસી અને કેમીકલયુક્ત ઠંડાપીણાંના કારણે પણ ઝાડા-ઉલ્ટીની શક્યતા વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...