તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર જિલ્લામાં 81 વાહન ચાલકો દરરોજ ટ્રાફિક નિયમોનો કરે છે ભંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માત નિવારવા તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોરબંદરના ટ્રાફિક પીએસઆઇ જી.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ચાલકો સામે લાલઆંખ કરી છે. 1 માસ દરમ્યાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 2282 ચાલકોને ઝડપી 16.48 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં ટ્રાફિક શાખાએ ગત માસ ફેબ્રુઅારી દરમ્યાન નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા 26 વાહન ચાલકોને ઝડપી લીધા હતા. તેમજ જિલ્લામાં વધુ સ્પીડમાં વાહન ચલાવનાર 18 ચાલકોને ઝડપીને રૂ.35000 નો સ્થળ દંડ કરવામાં અાવ્યો હતો તેમજ જીલ્લામાં 18 વર્ષની નીચેના 11 વાહન ચાલકોને ઝડપીને રૂ.22000 નો દંડ ફટકારવામાં અાવ્યો હતો. તેમજ જીલ્લામાં 160 ચાલકો ચાલુ વાહનને મોબાઇલમાં વાત કરતા ઝડપાયા હતા, જેથી તેઅોને રૂ.80,000 નો દંડ ફટકારવામાં અાવ્યો હતો.

હેલ્મેટ વગરના 655 ચાલકો દંડાયા, સિગ્નલ ભંગનાં 37 કેસ


જિલ્લા ટ્રાફિક શાખાના સ્ટાફે ગત માસ દરમિયાન હેલ્મેટ ન પહેરી હોય તેવા 655 વાહનચાલકોની અટક કરી 3,27,500 રૂપીયાનો દંડ વસૂલ કર્યો હતો. ટ્રાફિક શાખા દ્વારા ગત માસે સ્થળ પર ઉભા રહીને હાથ વડે સિગ્નલો અાપવામાં અાવ્યા હતા, જેમાં 37 ચાલકોઅે સિગ્નલ ભંગ કર્યો હોવાથી અાવા ચાલકોને પકડીને રૂ.18,500 નો દંડ ફટકારવામાં અાવ્યો હતો.


ગત માસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2282 ચાલકોને પકડી16.48 લાખના દંડની કાર્યવાહી કરાઇ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો