પોરબંદર જિલ્લામાં તડીપાર કરાયેલ 2 શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાના દેવડા નાકા નવાપરામાં રહેતો રમેશ ઉર્ફે લંગી સીણા ઉર્ફે ચના કડેગીયાને ગુન્હાઓ અનુસંધાને હદપાર કરી દેવામાં આવ્યો હતો આમ છતા દેવડા નાકા પાસેથી છરી લઇને નીકળતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ઉપરાંત આદિત્યાણાના આંટીવાળા નેશમાં રહેતો આલા ભીમા ગુરગુટીયાને જુદા જુદા ગુન્હોઓ સબબ એક વર્ષ માટે હદપાર કરી દેવાયો હતો આમ છતા આ શખ્સ બાળકુંવરી મંદિર પાસેથી મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...