તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરમાં શાળા- કોલેજની 16 ટીમ વચ્ચે ક્રિકેટ મેચનો જંગ જામશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં NSUI દ્વારા રાજીવ ગાંધી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળા-કોલેજોની 16 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ જડેશ્વર મંદિર પાસેના ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં ખેલની ભાવના જાગે અને તેમનામાં છૂપાયેલું ટેલેન્ટ બહાર લાવવાના પ્રયાસરૂપે આંતર શાળા-કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ રાજીવ ગાંધી કપ-2019 નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદઘાટન પ્રસંગે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ અગ્રણી સામતભાઈ ઓડેદરાએ ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદરમાંથી અનેક ખેલાડીઓ ગુજરાત કક્ષાએથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે તેમને યાદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત કક્ષાએ ટીમનું સુકાન સંભાળી ચૂકનાર સંદિપ ઓડેદરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ખેલાડીઓને માર્ગદર્શન આપવા તત્પરતા દાખવી હતી. ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા ઉપસ્થિત સૌ મહેમાનોએ પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને 2 મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ તકે જે.સી.આઈ. સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, પરિમલ ઠકરાર, સંજય ગોસ્વામી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો