તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 માસમાં 650 દિવ્યાંગોનાં ચૂંટણી કાર્ડ બન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળમાં દિવ્યાંગ બાળકો અને પ્રજ્ઞાચક્ષુઓની સારસંભાળ લેવામાં આવી રહી છે, ત્યારે આ સંસ્થા દ્વારા મતદાન સાક્ષરતા ક્લબની રચના કરવામાં આવી છે જેના તમામ સભ્યો દિવ્યાંગ છે. આ સભ્યો દ્વારા જિલ્લાભરના ગ્રામીણ પંથક અને શહેર વિસ્તારમાં વસવાટ કરતા દિવ્યાંગો કે જેઓનું મતદાન યાદીમાં નામ હોય તેઓનું મતદાર યાદીમાં નામ ચડાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોરબંદર લોકસભાની બેઠકમાં અંદાજે 10,000 જેટલા દિવ્યાંગો છે જેઓનું મતદાન યાદીમાં નામ નથી તેઓ માટે છેલ્લા 3 મહીનાથી મતદાન સાક્ષરતા ક્લબ દ્વારા અભિયાન હાથ ધરાયું છે જેમાં જુદી-જુદી દિવ્યાંગતા ધરાવતા 650 ગ્રામ્ય અને શહેર પંથકના દિવ્યાંગોને ચૂંટણીકાર્ડ કઢાવી આપવામાં આવ્યું છે. આ તમામ મતદારો લોકસભાની ચૂંટણી દરમિયાન લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભાગીદાર બનશે અને 23 એપ્રિલના મતદાન કરશે. ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના સંચાલક કમલેશભાઈ ખોખરીએ એવું જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ જે દિવ્યાંગ મતદારોનું નામ મતદારયાદીમાંથી બાકાત છે તેમનો સંપર્ક કરી અને તેમનું મતદારયાદીમાં નામ નોંધાવવા પ્રયાસો શરૂ રહેશે.

દિવ્યાંગોને તકલીફ ન પડે તે માટે સતત મોનીટરીંગ કરાશે
ચૂંટણી પંચ દ્વારા પણ દિવ્યાંગોને તકલીફ ન પડે તે માટે આયોજન કરાયું છે તેમજ જુદી-જુદી એન.જી.ઓ. પણ દિવ્યાંગ મતદારોનું ઓબ્ઝર્વર તરીકે મોનીટરીંગ કરશે. તેમને મતદાન મથક સુધી લઈ આવવા વગેરે સારસંભાળ લેવાશે.

દિવ્યાંગ મતદારોને લાઈનમાં ઉભવું નહીં પડે
દિવ્યાંગ મતદાર જ્યારે મતદાન મથક પર મતદાન કરવા માટે જશે આ સમયે દિવ્યાંગ મતદારને લાઈનમાં ઉભવું નહીં પડે અને તે સમયની પાબંદી વગર મતદાન કરી શકશે.

PWD એપ્લીકેશનમાં મતદારો નામ નોંધાવી શકશે
જે દિવ્યાંગ મતદારોનું મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા ઈચ્છતા હોય તેઓ પી.ડબલ્યુ.ડી. એપ્લીકેશનમાં પોતાના મોબાઈલથી પોતાનું નામ નોંધાવી શકશે.

કુલ કેટલા દિવ્યાંગો કરશે મતદાન ?
પોરબંદર જિલ્લામાં 2109 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે ત્યારે આ તમામ મતદારો 23 જુલાઈના મતદાન કરશે.

પ્રજ્ઞાચક્ષુઓ કેવી રીતે કરી શકશે મતદાન ?
પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લીપી બેલેટ પેપર તૈયાર કરવાની જોગવાઈ કરાઈ છે. ઈ.વી.એમ. મશીનમાં પણ ઉમેદવારોનો ક્રમ બ્રેઈલ લીપીમાં લખવામાં આવશે. મતદાન વખતે કોઈ સહાયકની આવશ્યકતા જણાય તો એક વ્યક્તિ મતદાન કુટીરમાં લઈ જઈ જરૂર પડ્યે મતદાન કરાવવામાં પણ મદદરૂપ બનશે અને મતદાન કુટીર સુધી વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...