તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંસાથી પિડીત મહિલાઓને તાત્કાલીક ન્યાય, આશ્રય અને સારવાર મળી રહેશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિન્સાથી પીડીત મહિલાઓને તાત્કાલીક ન્યાય, આશ્રય અને સારવાર મળી રહે તે હેતુથી સખી વન સ્ટોપ સેન્ટર યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર સ્થિત મહારાણી રૂપાળી બા લેડી હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના સખી વન સ્ટોપ સેન્ટરનો ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ પ્રારંભ કરાવ્યો હતો.

આ સેન્ટર મહિલાઓ માટે 24 કલાક ખૂલ્લું રહેશે. જેમાં મહિલાઓને કાયદાકીય, તબીબી, પોલીસ જેવી મદદ આપવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે મહિલાઓને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. વિશેષ કરીને દીકરીઓની સુરક્ષા માટે કોઈ કસર છોડાશે નહીં, અને આ સેન્ટર હિન્સાથી પીડીત મહિલાઓ માટે ઉપયોગી પુરવાર થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈ મોરી, કલેક્ટર મુકેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, સિવિલ સર્જન મંજરીબેન મંકોડી, દહેજ પ્રતિબંધક અધિકારી મનિષાબેન મુલતાની સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો