પાંજરાપોળ રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ, 7 દિ\'માં દૂર કરવા સૂચના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં પાંજરાપોળ રોડ ઉપર બાંધકામ કરવા માટે હીરાલાલ દામોદરભાઈ બદીયાણીએ પરવાનગી મેળવેલ હતી. આ પરવાનગી GDCR ને સુસંગત ન હોય અને પરવાનગી ટાઉનપ્લાનિંગ કમીટીના ચેરમેનની સહીથી અપાયેલી હોય, જેથી પરવાનગી મુજબનું બાંધકામ તેઓ સંજોગોવશાત નિયમ મુજબ કરી શક્યા ન હતા અને તે પરવાનગી રીન્યુ કરવા માટે માંગણી કરેલ. જેના નિર્ણય માટે ગત તા. 14/8/2017 ની ટાઉન પ્લાનિંગ કમીટીની બેઠકમાં રજૂઆત થતા સમિતિએ ઠરાવથી પરવાનગી રીન્યુ કરી આપી હતી. પરંતુ સમિતિના ઠરાવ પણ નિયમ અનુસાર ન હોવાથી કલેક્ટરે કામ ચલાઉ મનાઈ હૂકમ આપી ટાઉન પ્લાનિંગ કમીટી કેસ દાખલ કર્યો હતો અને કલેક્ટર દ્વારા ગત તા. 24/1/2019 ના હુકમથી ઠરાવ પણ રદ કરવામાં આવ્યો છે. તેમ છતાં હીરાલાલ દામોદરભાઈ બદીયાણીએ બિનકાયદેસર રીતે બાંધકામ ચાલુ રાખ્યું હતું આથી તેઓને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જે સ્થળે બાંધકામ શરૂ છે તે તુરંત જ બંધ કરવામાં આવે અને 7 દિવસમાં દૂર કરવા જણાવ્યું હતું. જો યોગ્ય નહીં કરાય તો કાર્યવાહી થશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...