તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીયા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભગટરની સફાઈ હાથ ધરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં આંબેડકર ભવન સાથે ભૂગર્ભગટર છલકાઈ હતી અને ભૂગર્ભગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું. છેલ્લા 10 દિવસથી આ ભૂગર્ભગટર છલકાઈ રહી છે અને ગટરના પાણીના ખાબોચીયા ભરાયા હતા. જેને લીધે આ વિસ્તારના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી તાત્કાલીક ભૂગર્ભગટરની સફાઈ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. આ લેખ પોરબંદર ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થતા જ તંત્ર સફાળું જાગ્યું હતું અને 24 કલાકની અંદરમાં જ ભૂગર્ભગટરની સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ રોડ પર ફરી વળેલા ગંદા પાણીની પણ સફાઈ કરીને રોડને ચોખ્ખો કરવામાં આવ્યો હતો.

ભાસ્કર ઇમ્પેક્ટ
અન્ય સમાચારો પણ છે...