તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડાનો ખતરો ટળ્યો, 2 નંબરનું સિગ્નલ હટાવાયું, 700 બોટ માછીમારી કરવા રવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં મહા વાવાઝોડા નો ખતરો ટળતા પોરબંદરના બંદર પરથી 700 બોટો માછીમારી કરવા દરિયામાં રવાના થઈ છે,ખતરો ટળતા 2 નંબરનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. પોરબંદરમાં મહા વાવાઝોડા ની સંભાવના ને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી હતી, અને 2 નંબર ના સિગ્નલ બાદ 3 નંબર નું સિગ્નલ બંદર પર લગાવવામાં આવ્યું હતું, જેથી માછીમારો દરિયા માથી બોટો સાથે પરત ફર્યા હતા. વાવાઝોડા ને પગલે પોરબંદરના બંદર પર બોટો, પિલાણા અને વેરાવળ, માંગરોળ, વણાકબારા ની બોટો પણ બંદર પર આવી હતી, પોરબંદર બોટ એસોસિયેશન અને પિલાણ બોટ એસોસિયેશન ના સંયુક્ત આયોજન હાથ ધરી 1200 ના પાર્કિંગ સામે 1500 બોટો નો સમાવેશ કરી વ્યવસ્થા કરવામાં આવી હતી. મહા વાવાઝોડા નો ખતરો ટળતા અને સિગ્નલ હટાવી લેવાતા 700 બોટો માછીમારી કરવા દરિયામાં રવાના થઈ છે. જે બોટો લંગર પર હતી તેવી 350 બંદર પર લાવવામાં આવી છે. આ કામગીરી હજુ 2 દિવસ ચાલશે. માછીમાર બોટ એસોસિયેશન ના પ્રમુખ જીવન ભાઈ જંગી એ એવું જણાવ્યું હતું કે મહા વાવાઝોડા ને પગલે બેઠક બોલાવી કલેકટરે પાલિકા, ફિશરીઝ, પોર્ટ સહિતના વિભાગોને સુચના આપી હતી કે માછીમારો ના સંપર્ક માં થી સંકલન જાળવે. પરંતુ માછીમારોની સ્થિતિ જાણવા કે બંદર પર કોઈ અધિકારી ડોકાયા ન હતા. વાયુ, ક્યાર અને મહા વાવાઝોડા ને પગલે માછીમારો ને અનેક ગણું નુકશાન થયું છે, ત્યારે અધિકારી દ્વારા રોજકામ કરવામાં આવે તો 3 વાવાઝોડા ની સંભાવના ને પગલે માછીમારોને 220 કરતા પણ વધુ રૂપિયાનો આંકડો આવી શકે તેમ છે. માછીમારોને વળતર અને સહાય મળે તેવી પણ માંગ કરી છે.હાલ બંદર પર બોટો ના પાર્કિંગની વ્યવસ્થા વધુ ન હોવાથી અનેક નોટોમાં રાશન, બરફ, ડીઝલ નો જથ્થો ઓછો જોવા છતાં બોટો કાઢવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...