જમીનના બાકી નાણાં લેવા ગયેલા આધેડને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા

Porbandar News - humiliated middle aged middle class who took the remaining money from the land 070512

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
પોરબંદરના છાંયાના જય અંબેનગર સોસાયટીમાં રહેતા આધેડે 2 વર્ષ પહેલા પોતાની જમીન બે શખ્સોને 2 કરોડમાં વેચાતી આપી હતી. જેની બાકી નીકળતી સાડા સાત લાખની રકમ લેવા જતાં આ બે શખ્સોમાંના એકે આધેડને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રાજસીભાઈ ઉર્ફે રાજુભાઈ રાણાભાઈ ચાંચીયાની માલિકીની જમીન છાંયા ગામે સીટી સર્વે નં. 2885/2 માં આવેલી હતી. જે જમીન રાજસીભાઈએ પોરબંદર અને ગુજરાતના અગ્રણી તથા કુરીયર વ્યવસાય સાથે જોડાયેલા રામભાઈ મોકરીયા તથા રાજેશ કેશવજી ખાખરીયાને આજથી સાતેક વર્ષ પહેલા રૂપીયા 2 કરોડમાં વેચાતી આપી હતી. જે પૈકીના રૂપીયા 1 કરોડ 92 લાખ 50 હજાર જે-તે સમયે રાજસીભાઈને મળી ગયા હતા બાકીના રૂપીયા સાડા સાત લાખ પાછળથી આપવાની મૌખિક સમજુતી થઈ હતી. બાકી નીકળતા સાડા સાત લાખ રૂપીયા રાજસીભાઈ રાજેશ કેશવજી ખાખરીયા પાસે લેવા જતા રાજેશે તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

X
Porbandar News - humiliated middle aged middle class who took the remaining money from the land 070512
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી