તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચ્ચશિક્ષણ વ્યવસાયલક્ષી નહીં સેવા અને સંસ્કારલક્ષી બનાવવું જરૂરી : ડો. ગોઢાણીયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદરમાં ડો. વી.આર. ગોઢાણીયા કોલેજમાં 33 મા વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. જેમાં કોલેજ ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉચ્ચશિક્ષણ વ્યવસાયલક્ષી નહીં પરંતુ સેવા અને સંસ્કારલક્ષી બનાવવું જરૂરી છે. આ પ્રસંગે દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તેમજ કોલેજની જુદી-જુદી ફેકલ્ટીમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થનાર તેજસ્વી છાત્રોને મહાનુભાવોને હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે પોરબંદર જિલ્લાને ગૌરવ અપાવનાર કોલેજના છાત્રોને પણ પ્રમાણપત્રો અને મોમેન્ટો એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. આ તકે મહિલા કોલેજના કન્વીનર ડો. કેતનભાઈ શાહ, જયશ્રીબેન ગોઢાણીયા, મંજુબેન ભરતભાઈ વિસાણા, હરિભાઈ કરગથરા સહિત કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો