માછીમારી ઉદ્યોગના વિકાસ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સહકાર ભારતી સંસ્થાના દક્ષિણ ગુજરાત કન્વીનર જયંતિભાઇ કેવડ તથા સહકાર ભારતી પોરબંદર જિલ્લાના અધ્યક્ષ વિરજીભાઇ પરમારે ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઅાત કરીને જણાવ્યુ છે કે ગુજરાત સરકારના નવા બજેટમાં મત્સ્ય પાલનના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નો કરવા જોઇએ. માછીમારોના પ્રશ્નોના નિરાકરણ માટે અલગ અલગ મુદાઓ આપવામાં આવ્યા છે જેમાં તજજ્ઞોની ટીમ બનાવવી જોઇએ, ફીશરીસ સમીટ યોજવી જોઇએ, અમુલ પેટર્નથી સ્વેતક્રાંતિ થઇ એ રીતે મત્સ્ય ઉધોગના વિકાસના પ્રોજેકટ બનાવી નીલ કાંતી કરી શકાય. ફીશરીસ કોલેજને અપગ્રેડ કરવી જોઇએ, સહકારી ધોરણે મત્સ્ય ઉધોગને પ્રોત્સાહન આપવા કોસ્ટલ વિકાસ મંચની વ્યવસ્થા કરીને ઉત્પાન, ટ્રાન્સપોર્ટ, માર્કેટીંગની સુવિધા પુરી પાડી શકાય, બોટોની અવર જવર માટે ડ્રેઝીંગ કરવુ અતિ આવશ્યક બન્યુ છે સંસ્થા દ્વારા રજૂઆત કરાઇ છે.

પડતર પ્રશ્નોના નિરાકરણ કરવા માંગ કરી
અન્ય સમાચારો પણ છે...