તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમી ભૂગર્ભ ગટરનાં ઢાંકણાઓ અકસ્માત નોતરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના સત્યનારાયણ મંદિરની સામે આવેલ દેવદર્શન એપાર્ટમેન્ટ પાસેના રોડનું કામ અધુરૂ કરવામાં આવ્યુ છે. દિવાળી પહેલાના એક માસથી આ રોડ ખોદી નાખવામાં આવ્યો હતો અને રોડનું કામ પણ ગોકળગતિએ ચાલ્યુ હતુ. દિવાળી પહેલા રોડનું કામ પુરૂ કરવામાં આવ્યુ હતુ પરંતુ આ રોડનું કામ અધુરૂ મૂકી દેવામાં આવ્યુ છે કારણ કે રોડની વચ્ચે ત્રણ જેટલા ભુગર્ભ ગટરના ઢાંકણાઓ તેમજ કુંડીઓ રોડથી ઉંચી રાખી દેવામાં આવી છે. જેથી વાહના ચાલકોને આ રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રાત્રીના સમયે અંધારપટમાં આ રોડ પરથી પસાર થવુ જોખમી બન્યુ છે. રોડથી ઉંચા ભુગર્ભ ગટરના ઢાંકણાઓને લીધે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...