કુતિયાણા અને રાણાવાવમાં અડધો ઈંચ વરસાદ

Porbandar News - half of rain in kutiyana and ranaww 070512

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
પોરબંદરના દરિયા પાસેથી વાયુ વાવાઝોડું પસાર થયું ત્યારે વરસેલો વરસાદ ત્યારથી લઈ અત્યારસુધી રીસાઈ જતા પોરબંદર પંથકના ખેડૂતો આકુળ-વ્યાકુળ બની ગયા હતા. પરંતુ ગઈકાલે બરડાપંથકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યા બાદ ગઈકાલથી આજસુધીમાં પોરબંદરના કુતિયાણા તથા રાણાવાવમાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસતા તેમજ પોરબંદર અને ઘેડના ગામડાઓમાં અમીછાંટણા થતા લોકોને ફરી એક વખત મેઘરાજા મહેર વરસાવશે તેવી આશા બંધાઈ છે.

પોરબંદર જિલ્લામાં ઓણસાલ વરસાદ ભારે ખેંચાયા બાદ ગઈકાલે બરડા પંથકના સોઢાણા, મોરાણા, કુણવદર, ફટાણા, ભેટકડી, અડવાણા, મજીવાણા સહિતના ગામોમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો ગઈકાલ સાંજથી લઈ આજ સાંજ સુધીમાં કુતિયાણામાં અડધો ઈંચ અને રાણાવાવમાં અડધો ઈંચ વરસાદ વરસતા ખેડૂતોને મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળશે તેવી આશા ફરી જાગૃત થઈ છે. તો પોરબંદર અને ઘેડના ગામડાઓમાં પણ અમીછાંટણા થતા પોરબંદર અને ઘેડના લોકો તથા ખેડૂતોને મેઘરાજા મહેર વરસાવશે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

X
Porbandar News - half of rain in kutiyana and ranaww 070512
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી