પોરબંદરમાં આજે હાફ મેરેથોન દોડ યોજાશે

Porbandar News - half marathon race will be held in porbandar today 032529

DivyaBhaskar News Network

Dec 30, 2018, 03:25 AM IST
પોરબંદરમાં આજે 30 ડિસેમ્બરના સવારે 6 થી 10 કલાકે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા આયોજીત હાફ મેરેથોન દોડ યોજાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે દુર્ઘટના ન સર્જાય તેને ધ્યાને લઈ ટ્રાફિક નિયમન તથા કાયદો-વ્યવસ્થા જાળવવા શહેરના કેટલાક રસ્તાઓ ઉપર વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી જે માર્ગ ઉપરથી હાફ મેરેથોન દોડ યોજાનાર છે તે માર્ગ પર વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોરબંદર હાફ મેરેથોન દોડનું આયોજન કરાય છે ત્યારે આયોજન સાથે સંકળાયેલ વાહનો તેમજ બિમાર, અશક્ત, અપંગ માણસોને લઈ જતા વાહનો, સરકારી વાહનોને જાહેરનામામાંથી મુક્તિ અપાશે. આમ 2,5,10 અને 21 કિલોમીટર સુધીની મેરેથોન દોડનું આયોજન કરાતા દોડના રૂટ પર વાહનોને પસાર થવા મનાઈ ફરમાવી છે.

2, 5 અને 10 કિ.મી. દોડ માટે ક્યો રૂટ નક્કી કરાયો ?

પોરબંદરમાં 2 કિલોમીટરની દોડ માટે ચોપાટી ટી-પોઈન્ટથી કનકાઈ મંદિર, ચોપાટી અંદરના ભાગે થઈ ચોપાટી ટી-પોઈન્ટ સુધી તેમજ 5 કિ.મી. માટે ચોપાટી થી રીલાયન્સ ફૂવારા, હોસ્પિટલ રોડ, જુના ફૂવારા, એમ.જી. રોડ, છાંયા ચોકી ચાર રસ્તા, વિરભનુની ખાંભી, નવા ફૂવારા, કલેક્ટર બંગલા રોડ, કનકાઈ મંદિર, ચોપાટી અંદરના ભાગે થઈ ચોપાટી ટી પોઈન્ટ સુધી તેમજ 10 કિલોમીટર માટે ચોપાટી ટી પોઈન્ટથી રીલાયન્સ ફૂવારા, હોસ્પિટલ રોડ, જુના ફૂવારા, એમ.જી. રોડ, કમલાબાગ, નરસંગ ટેકરીથી યુ ટર્ન લઈ કમલાબાગ, છાંયા ચોકી ચાર રસ્તા, વિરભનુની ખાંભી, બિરલા ફેક્ટરી સામેથી યુ ટર્ન લઈ વિરભનુની ખાંભી, નવા ફૂવારા, કલેક્ટર બંગલા રોડ, કનકાઈ મંદિર, ચોપાટી અંદરના ભાગે થઈ ચોપાટી ટી પોઈન્ટ સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.

21 કિ.મી. મેરેથોન દોડનો ક્યો રૂટ નક્કી કરાયો ?

21 કિલોમીટર મેરેથોન દોડ માટે ચોપાટી ટી પોઈન્ટથી રીલાયન્સ ફૂવારા, હોસ્પિટલ રોડ, જુના ફૂવારા, એમ.જી. રોડ, કમલાબાગ, નરસંગ ટેકરીથી યુ ટર્ન લઈ કમલાબાગ, છાંયા ચોકી ચાર રસ્તા, વિરભનુની ખાંભી, બિરલા ફેક્ટરી, ઈન્દીરાનગર, ઓડદર રોડ, ફાયરીંગ બટ પછી આવેલ ઝુરીઓથી યુ ટર્ન લઈ ઈન્દીરાનગર, બિરલા ફેક્ટરી, વિરભનુની ખાંભી, નવા ફૂવારા-કલેક્ટર બંગલા રોડ, કનકાઈ મંદિર થઈ ચોપાટી અંદરના ભાગે થઈ ચોપાટી ટી પોઈન્ટ સુધીના માર્ગે 6 થી 10 વાગ્યા સુધી વાહનોને પ્રવેશવા પર મનાઈ ફરમાવી છે.

ક્યા રૂટ ઉપર વાહનો પસાર થઈ શકશે ?

વેરાવળ તરફથી આવતા વાહનોને મંથન સ્કૂલ-ઓડદર રતનપર ગામ તરફ, મારૂતિનગર, એચ.એમ.પી. ગ્રાઉન્ડ થઈ તેમજ દ્વારકા તરફથી આવતા વાહનોને વેરાવળ તરફ જતા હોય તેવા વાહનોને એચ.એમ.પી. ગ્રાઉન્ડ થઈ મારૂતિનગર, રતનપુર ગામ, ઓડદર ગામ તેમજ રાણાવાવ તરફથી આવતા ગામોને નવા બનેલા ફ્લાય ઓવર બ્રીજ ઉપર થઈ જ્યુબેલી પુલ પરથી શહેરમાં પ્રવેશ કરી શકશે.

X
Porbandar News - half marathon race will be held in porbandar today 032529
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી