તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરેલું હિંસા અધિનિયમ વિષે માર્ગદર્શન સેમિનાર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં કમલાબાગ નજીક આવેલા બ્લોક હેલ્થ સેન્ટર ખાતે આગામી તા. 9 જાન્યુઆરીના ઘરેલુ હિન્સા અધિનિયમ હેઠળ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ-ગાંધીનગર હેઠળની દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારીની કચેરી દ્વારા ઘરેલુ હિન્સા અધિનીયમ-2005 માર્ગદર્શન સેમીનાર યોજાનાર છે. આ સેમીનારમાં સ્થાનિક સ્વરોજગારની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, સહકારી ક્ષેત્રના પ્રતિનિધી, નશાબંધી અને આબકારી ખાતું તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, એન.જી.ઓ.ના પ્રતિનિધી, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધી, નારી અદાલત, પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટર, સુરક્ષા સેતુ સોસાયટી તેમજ 181 અભયમ્ મહિલા હેલ્પલાઈનના બહેનો ભાગ લેશે. જેમાં મહિલાલક્ષી કાયદાઓ, મહિલાઓના હક્ક અને અધિકારીઓ તેમજ સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...