તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલખડા ગામે 200 ખેડુતોને જૈવીક ખેતી અંગે માર્ગદર્શન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર તાલુકાનાં પાલખડા ખાતે યોજાયેલ ખેડૂત શિબિરમાં રાસાયણીક ખેતી કરતા ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે તે આવશ્યક હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ સંસ્થા દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં ખારાશ ને લગતા પ્રશ્નો જેવા કે પીવાનું પાણી, રિચાર્જ ની પ્રવૃત્તિ તથા ખેતીના પ્રશ્ને કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ખેતીવાડી દરિયા કાંઠા પર નબળી પડતી જાય છે. ત્યારે ખેતી વ્યવસાયને ફરીથી ધમધમતો કરવા માટે પાલખડા ગામે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકની ફેરબદલી અને રોકડિયા પાકનું વાવેતર અમૃતપાણી, જીવામૃત, નીમાસ્ત્ર વગેરેનો ખેતીમાં ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવા માટે જણાવવામાં આવ્યું હતું. દરિયાકિનારાના વિસ્તારોમાં લોકોને ખેતી કાર્યમાં વધુને વધુ ફાયદો થાય તેવી પ્રવૃત્તિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં 158 જેટલા ખેડૂત ભાઈઓ અને 42 બહેનો મળી કુલ 200જેટલા ખેડૂત ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. ખેતીવાડીમાં ખર્ચ ઘટાડવા અને રાસાયણિક દવા તથા ખાતર બંધ કરવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાગાયતી વિશે આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ પ્રકૃતિ ખેતી વિશે પણ માહિતી આપી હતી. આ તકે મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો