Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડિયા પ્લોટ અને છાંયા વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા અંગે માર્ગદર્શન અપાયું
પોરબંદરમાં જિલ્લા અારોગ્ય વિભાગ અધિકારીના માર્ગદર્શન હેઠળ અગમચેતીના ભાગરૂપે સર્તકતા દાખવી પોરબંદરના કડિયાપ્લોટ અને છાંયા વિસ્તારમાં પોરાનાશક કામગીરી 3 ટીમો દ્વારા હાથ ધરવામાં અાવી છે.
પોરબંદર મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી અે.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી નજીરભાઇ કારાતેલાના સુચનથી પોરબંદરમાં ભવિષ્યમાં અોચીંતા મેલેરીયા, ડેન્ગ્યૂ અને ચીકનગુનીયાના કેસમાં વધારો ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે સર્તકતા દાખવીને પોરબંદરના કડિયાપ્લોટ અને છાંયા વિસ્તારમાં 3-3 ટીમો દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરવામાં અાવી છે. અા ટીમોના સભ્યો ઘરે-ઘરે જઇને પાણીના પાત્રો જુઅો છે અને તેમાં પોરા જોવા મળે તો દવા નાખવાની કામગીરી કરવામાં અાવે છે. તેમજ રસ્તામાં કયાઇ પણ પાણીના ખાબોચીયા કે ગંદુપાણી જોવા મળે તો તેમાં બળેલુ અોઇલ નાખવાની કામગીરી હાથ ધરવામાં અાવી છે. અા ઉપરાંત દરેક ઘરમાં મલેરીયા, ડેન્ગ્યૂ અને ચીકનગુનીયાથી બચવા માટે કયા પ્રકારની તકેદારી રાખવી તે અંગે સમજણ અાપવામાં અાવી રહી છે. અાગામી 19-03 ના રોજ ગોઢાણીયા સ્કૂલમાં અા અંગેનો વર્કશોપ યોજવામાં અાવશે જેમાં વિદ્યાર્થીઅોને પોરાનું લાઇવ ડેમો અને ગપ્પી માછલીનું લાઇમ ડેમો બતાવવામાં અાવશે તેમજ પત્રીકા દ્વારા માર્ગદર્શન અાપવામાં અાવશે.