તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાના વેપારીઓએ ઓનલાઈન ખરીદી સામે કેમ ટકી રહેવું તે અંગે માર્ગદર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં આવેલ ડિસ્ટ્રીક્ટ ચેમ્બર હોલ ખાતે આજે તા. 13 એપ્રિલને શનિવારના દિવસે સાંજે 5 કલાકે એક સેમીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમીનારમાં નાના વેપારીઓને ઓનલાઈન ખરીદી સામે કેમ ટકી રહેવું ? તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવશે. ધંધાકીય હરીફાઈનો સામનો કરી રહેલ અસંખ્ય વેપારીઓને હાલ મોલ કલ્ચર અને ઓનલાઈન ખરીદીના માધ્યમોની સામે પોતાના વ્યવસાયોમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો એક મોટો પડકાર છે ત્યારે આ સેમીનારમાં વેપારીઓને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...