પોરબંદરમાં GST પોર્ટલમાં ખામી, વેપારીઓ પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં GST પોર્ટલમાં ખામીને કારણે વેપારીઓ પરેશાન થઇ રહ્યા હોવાથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.

પોરબંદરના ટેક્ષ એસોસીએશન, સીએ સહિતના વેપારી મંડળ દ્રારા આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યુ હતુ કે જીએસટીના દેશમાં અમલીકરણના 31 માસ બાદ પણ જીએસટી પોર્ટલ બંધ પડી જવાની, સાઇટ ક્રેસ થવાની, રીર્ટન ફાઇલ કરવાના સમયે સાઇટની ગતી ધીમી થવાની સમસ્યાઓનો હુજ પણ ઉકેલ આવ્યો નથી. જીએસટી પોર્ટલ પર રહેલી ટેકનીકલ ખામીઓને કારણે વેપારીઓને કરોડો રૂપિયાની પેનલ્ટીનો ભોગ બનવુ પડે છે. તથા ટેક્ષ પ્રેકટીશનરોનો સમય બગડે છે. જેથી આ અંગે યોગ્ય કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત સાથે
માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...