GSFC કંપની દ્વારા થયેલ ખાતર કૌભાંડ વિરૂદ્ધ કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં યુવા કિસાન લડત સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારની કંપની GSFC ની ડી.એ.પી. ખાતરમાં નેટ વજન કરતા ઓછું વજન આપવાનું સુનિયોજીત કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને આ કૌભાંડનો ખેડૂતોએ પર્દાફાશ કર્યો છે જેથી ઓછા વજન સાથે ડી.એ.પી. વગેરે ખાતરની બોરી ખેડૂતોને પધરાવવાના આ કૌભાંડમાં સામેલ અધીકારીઓ, કોન્ટ્રાક્ટરો સહિત જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. સાથોસાથ ટેકાના ભાવે મગફળીની ખરીદી કૌભાંડ અને તુવેરની ખરીદી અંગે પણ રજૂઆત થઈ હતી. GSFC ના ખાતરની બોરીમાં ઓછી ભરતી કરવામાં આવતી હોવા અંગે સરકારની સીધી જવાબદારી રહેતી હોય અને રાજ્યના કૃષિમંત્રીની નૈતિક જવાબદારી બનતી હોવા છતાં કૃષિમંત્રીએ તાત્કાલીક અસરથી જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી પણ માંગ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...