તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર-ખંભાળીયા હાઈવે પર સોરઠી નદીના પુલમાં ગાબડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર-ખંભાળીયા હાઈવે ઉપર સોરઠી નદી પર જુનો પુલ જર્જરીત થતા સરકાર દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે નવા પુલનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પુલ બન્યાના 3 વર્ષના સમયગાળામાં જ આ પુલમાં ગાબડાઓ પડવા માંડ્યા છે. આ પુલ પર બનાવેલ સાઈડની દિવાલોમાં મોટી તિરાડો નજરે પડે છે અને જ્યાં સાંધાઓ છે ત્યાં ગડરો પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે અને નીચેનો ભાગ પણ નબળો પડી ગયો છે. આ પુલની બાજુમાં આવેલો પુલ 100 વર્ષ જુનો હોવા છતાં પણ અડીખમ ઉભો છે, જ્યારે આ નવા બનેલ પુલને માત્ર 3 વર્ષ જ થયા છે છતાં આ પુલ પર ગાબડા પડવા માંડ્યા છે. આથી આ પુલનું કામ નબળું કરવામાં આવ્યું છે કે કેમ ? તે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો વિરૂદ્ધ પગલા ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. તસ્વીર : જીતુ કારાવદરા

અન્ય સમાચારો પણ છે...