તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘૂમલીનાે પૂજારી હત્યા કેસ CID ને સોંપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘૂમલીના આશાપુરા મંદિરે ગત તા. 17/1 ના રોજ સંધ્યા આરતીના સમયે કોઈ અજાણ્યા શખ્સે પૂજારી હસમુખભાઈ પંડીતને લોખંડની પટ્ટી મારી હત્યા નિપજાવી હતી. આ હત્યાને 1 માસથી વધુ સમય વિતી ગયો હોવા છતાં હત્યારાઓને પકડવામાં આવ્યા નથી. જેથી સમસ્ત બ્રહ્મસમાજની લાગણી દુભાઈ રહી છે. ઘૂમલી મંદિરના પૂજારીના હત્યાકાંડની તપાસ સી.આઈ.ડી. બ્રાન્ચને સોંપવામાં આવે તેમજ હત્યાકાંડનો ભોગ બનેલા પૂજારીના પરિવારને રાજ્ય સરકાર આર્થિક સહાય આપે અને હત્યાકાંડની તપાસ કરી રહેલા અધિકારીઓ શા માટે તપાસને ધીમી ચલાવે છે ω તે અંગેનો ખુલાસો જનતા સમક્ષ કરવામાં આવે અને પંડિતના હત્યારાઓને પકડીને જનતા સમક્ષ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત ગુજરાત જનતા પંચાયત પાર્ટીના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી કરી છે અને હત્યાકાંડને વખોડી જિલ્લા કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. આ તકે ગુજરાત જનતા પંચાયત પાર્ટીના અધ્યક્ષ ભાર્ગવ જોષી, માલદે ઓડેદરા, હિતેશ દાવડા, કિરણબેન વાયા ઉપરાંત બરડાઈ બ્રાહ્મણ સમાજના બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો