તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં કચરાપેટીઓ ગુમ, બચ્યા માત્ર લોખંડના એન્ગલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અમુક વિસ્તારોમાં કચરાપેટીઓ મૂકવામાં આવી હતી. પરંતુ હાલ મોટાભાગની કચરાપેટીઓ ગૂમ થઈ ગઈ છે, માત્ર લોખંડના એન્ગલ જ નજરે પડે છે. પાલિકાએ કરેલ 9.50 લાખના ખર્ચ પર પાણી ફરી વળ્યું છે. પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે 9.50 લાખના ખર્ચે નંખાયેલ 238 કચરાપેટીઓમાંથી મોટાભાગની કચરાપેટીઓનું કચ્ચરઘાણ નીકળી ગયું છે. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા ત્યારે બાપુની ભૂમિને સ્વચ્છ રાખવા માટે શહેરના જાહેરમાર્ગો પર કચરાપેટી મૂકવાનું આયોજન પાલિકાએ કર્યું હતું. પરંતુ પાલિકાની અણઆવડતને કારણે શહેરના જે સ્થળોએ કચરાપેટી મૂકવામાં આવી હતી તેમાં અમુક સ્થળોએ જ કચરાપેટીઓ જોવા મળી રહી છે, મોટાભાગના વિસ્તારોમાં કચરાપેટી નજરે પડતી નથી. મોટાભાગની કચરાપેટીનું કચ્ચરઘાણ નીકળી ગયું છે, અમુક પ્લાસ્ટીકની કચરાપેટીઓ ગૂમ થઈ ગઈ છે અને અમુક કચરાપેટીઓમાં રેઢીયાળ પશુઓ કચરો આરોગતા હોવાથી કચરાપેટીઓ તૂટી ગઈ છે તો અમુક સ્થળોએ માત્ર લોખંડના એન્ગલ જ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...