તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં ગાંધીવિષયક ક્વિઝ કોમ્પિટીશન યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની ગુરુકુળ કોલેજમાં ગાંધીવિષયક ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી. રાજરતન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળના મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે લાઇબ્રેરી વિભાગ દ્વારા કવિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધીજીના મહાન જીવન કાર્યોથી વિદ્યાર્થીઓ પરિચિત બને તેવા ઉમદા આશયથી કવિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગાંધીજીની જીવન યાત્રા, સાહિત્ય પ્રદાન, રાષ્ટ્રીય આંદોલન, દક્ષિણ આફ્રિકાના કાર્યો તેમના ઘડતર પરિબળો વિષયક સવાલો પૂછવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં 27 વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે નિધીબેન જયેન્દ્રભાઈ જોશી અને દ્વિતીય ક્રમાંકે કાજલબેન રહ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકોને કોલેજના આચાર્ય ડો. અનુપમ નાગર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો