પોરબંદરમાંથી વરલીનો જુગાર રમતા 3 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરનાં બે જુદા-જુદા સ્થળ પરથી વરલીનો જુગાર રમતા 3 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.

છાંયા દરબારગઢ પાછળ રહેતો ભરત ગોવિંદ જાડેજા અને છાંયા ક્રિષ્ના પાર્કમાં રહેતો ગીરીશ ઓધવજી સવજાણી નામના શખ્સો છાંયા વિસ્તારમાં વડલાના ઝાડ નીચે જાહેરમાં વરલી-મટકાના આંકડાઓ પર બેટીંગ લઇને જુગાર રમી અને રમાડતા હતા તે દરમ્યાન એલસીબી એ દરોડો પાડી આ બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને રૂ.11,180 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત સ્ટેટ લાઇબ્રેરી પાછળ રહેતો અનીલ ઉર્ફે અનીયો પરસોતમ વઢીયા નામાનો શખ્સ માણેકચોક શાકમાર્કેટ પાસે જાહેરમાં વરલી-મટકાના આંકડા પર બેટીંગ લઇને જુગાર રમી રમાડતો હતો તે દરમ્યાન પોલીસે તેને ઝડપી લીધો હતો અને રૂ.3,550 નો મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે રૂ.14,730 નો મુદ્દામાલ કબ્જે કર્યો
અન્ય સમાચારો પણ છે...