તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાંથી 35 બોટલ દારૂ સાથે 4 શખ્સ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં પોલીસે દારૂ પર તવાઇ હાથ ધરી છે. પોરબંદર શહેરમાંથી બે સ્થળ પરથી પોલીસે 35 બોટલ દારૂ સાથે 4 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે કુલ 28,540નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરના કિર્તિમંદિર પાછળ રહેતો દેવુ ઉર્ફે દેવલો ખીમજી ગોહેલ અને પ્રકાશ ઉર્ફે દપ્પુ વેલજી મોતીવરસ પોતાનું સ્કૂટર GJ25R 3479 ચલાવી વિરડી પ્લોટ કાળીયા શેરીમાંથી પસાર થતા, પોલીસે તેમને તપાસતા તેઓના કબ્જામાંથી વિદેશી દારૂની 21 નંગ બોટલો મળી આવતા, પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લઇ ગુન્હો દાખલ કરી, કુલ રૂ.21,300 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરના ખારવાવાડ મીઠી મસ્જીદ પાસે રહેતો યશવંત ઉર્ફે અબો હીરાલાલ પાંજરીના રહેણાંક મકાને દારૂનો જથ્થો હોવાની ચોકકસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ સ્થળેથી વિદેશી દારૂની 14 બોટલો અને 42 લીટર દેશીદારૂ મળી આવતા, કુલ રૂ.7,240 નો મુદામાલ કબ્જે કરી, યશવંત અને પ્રિતેશ ઉર્ફે ડાડો ભીમજી શેરાજીને ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો