તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માછીમારો સુરક્ષા એજન્સીનાં આંખ કાન બનશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામામાં થયેલા હુમલા બાદ પાકિસ્તાન સામે મંગળવારે સવારે સર્જીકલ એર સ્ટ્રાઈક-2 કરી ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા જડબાતોડ જવાબ બાદ પાકિસ્તાન દ્વારા ભારતમાં કોઈ છમકલું કરવામાં આવે તો આવા છમકલાને નેસ્તનાબુદ કરવા સરકાર દ્વારા હુમલા પહેલા જ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી અને જેના ભાગસ્વરૂપે આજે પોરબંદરમાં કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે માછીમાર આગેવાનો સાથે એક તાકીદની મીટીંગ યોજવામાં આવી હતી અને માછીમારોને સમુદ્રમાં એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું હતું.

અતિ સંવેદનશીલ એવા પોરબંદર બંદર પર એરસ્ટ્રાઈકના પગલે કોઈ હુમલો થાય કે આસપાસના દરિયામાં કોઈ હુમલો થાય તો આવા હુમલાને ભરી પીવા માટે પોરબંદર સ્થિત આઈ.એન.એસ. સરદાર પટેલ નેવલ બેઈઝ દ્વારા 8 યુદ્ધજહાજોને શસ્ત્ર અને શસ્ત્રોથી સજ્જ નેવીના જવાનો સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ પોરબંદરના અતિ સંવેદનશીલ સમુદ્ર કિનારા પર સ્થાનિક મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કોસ્ટગાર્ડ અને એસ.ઓ.જી. દ્વારા માછીમાર આગેવાનો સાથે 35 મિનીટની મીટીંગ યોજી જખૌ આઈ.એમ.બી.એલ. નજીક માછીમારી કરવા ગયેલા માછીમારોને એલર્ટ કરવાની સુચના આપી દેવામાં આવી છે. તેમજ કોઈપણ માછીમારને સમુદ્રમાં શંકાસ્પદ હીલચાલ જોવા મળે તો માછીમારોએ તુરંત જ આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરવાની પણ માછીમારોને સુચના આપવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોએ પણ દેશ માથે આવી પડેલી આ ઘડીએ સુરક્ષા એજન્સીઓ નેવી, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસને પૂરતી મદદ કરવા ખાતરી આપી હતી.

દુશ્મનનો કોઇ પણ હિલચાલ સામે સાવધ રહી કોસ્ટગાર્ડને જાણ કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો