તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપિયાની લેતી-દેતીમાં મચ્છીનાં વેપારીની હત્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના બંદર વિસ્તારમાં રૂપિયાની દેતી-લેતી અંગે આધેડની ઘાતકી હત્યા થઇ છે. ગુરૂવારે રાત્રીના પોણા નવ વાગ્યાના અરસામાં લકડીબંદર પૂલ પાસે મચ્છીના દંગામાં 2 શખ્સોએ 60 વર્ષીય આધેડનું તીક્ષ્ણ હથીયાર વડે ઢીમ ઢાળી દીધુ હતુ.

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં લકડીબંદર પાસે મચ્છીના દંગામાં ગુરૂવારના દિવસે રાત્રે 8.45 કલાકે ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. આ અંગેની મળતી વિગત મુજબ કાનજીભાઇ દામાભાઇ હોદાર રાત્રીના સમયે વોકીંગ પર નીકળ્યા હતા. આ સમયે 2 શખ્સોએ તેઓને તીક્ષ્ણ હથીયાર વડે વાર કરી, મોતને ઘાત ઉતારી દીધા હતા. અને હત્યારાઓ મચ્છીના વેપારીને મોતને ઘાત ઉતારી નાશી છૂટ્યા હતા. હત્યાનો બનાવ બનતા જ ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. કિર્તિમંદિર પોલીસ સ્ટેશન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક કાનજીભાઇ હોદારના મૃતદેહનો કબ્જો લઇ, પોલીસ દ્રારા સરકારી હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો. અને સરકારી હોસ્પીટલના ગ્રાઉન્ડમાં મોડી રાત્રે અઢી વાગ્યા સુધી ખારવા જ્ઞાતિના લોકો એકઠા થયા હતા. કાનજીભાઇ હોદારના પરીવારજનો પણ સરકારી હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા. આ અંગે કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ રૂપિયાની દેતી-લેતીના પ્રશ્ને હત્યા થઇ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. સુરેશ ઉર્ફે સુરીયો ગોલાટા અને કિશોર ભીખુ જુંગી બન્ને શખ્સોએ હત્યા કરી હોવાની મૃતકના પત્ની રતનબેન કાનજીભાઇ હોદારે કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા, પત્નીએ બે શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
બન્ને આરોપી પોલીસની પકડથી બહાર છે
પોરબંદરમાં આધેડની હત્યાના બનાવની કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં મૃતકના પત્ની રતનબેને ફરીયાદ નોંધાવી છે. સુરેશ ઉર્ફે સુરીયો ગોલાટા અને કિશોર ભીખુ જુંગી બન્ને શખ્સોએ હત્યા નીપજાવી હોવાની ફરીયાદ નોંધાતા કિર્તિમંદિર પોલીસે આ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોડી રાત્રી સુધી હોસ્પિટલનાં ગ્રાઉન્ડમાં ખારવા જ્ઞાતિનાં લોકો એકઠા થયા હતા
આધેડની એકલતાનો લાભ લઇ ઢીમ ઢાળી દીધું
મચ્છીના દંગામાં વોકીંગ કરવા માટે નીકળેલ આધેડ કાનજીભાઇ હોદાર એકલા હોય અને આરોપીઓ પણ જાણે રાહ જોઇને જ બેસ્યા હોય તેમ આધેડની એકલતાનો લાભ લઇ, તીક્ષ્ણ હથીયાર વડે ઇજાઓ પહોંચાડી હત્યા નીપજાવી, સ્થળ પરથી આરોપીઓ રફૂચકર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો