તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી પક્ષીઓને ઉત્તમ રહેઠાંણ માટે કુછડીનાં રણને છલોછલ પાણીથી ભરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરની સંસ્થા નેચર ક્લબ-પોરબંદર દ્વારા વનવિભાગના ડી.સી.એફ. ને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે પોરબંદરથી માત્ર 9 કિલોમીટરના અંતરે આવેલું કુછડીનું રણ ઋતુ પ્રવાસી (માઈગ્રેટર) પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દર વર્ષે શિયાળામાં આ રણ વિસ્તારમાં પાણીમાં હજારોની સંખ્યામાં કુંજ, કરકરા, સુરખાબ, પેણ (પેલીકન), જળ કાગડા, ઢોંક બગલા, ધોમડા, જળમુરઘી અને બતકની ઘણી બધી પ્રજાતિઓ ઉતરી આવે છે અને આખો શિયાળો અહીં ગાળે છે. કુછડીના રણમાં સારા ચોમાસામાં એપ્રિલ માસ સુધી પાણી હોય છે. પરંતુ નબળા વરસમાં કે ઓછા વરસાદમાં દિવાળી પછી એક-બે માસમાં જ પાણી સુકાઈ જાય છે અથવા ઓછું થઈ જાય છે. કારણ કે રણમાં આજુબાજુના વિસ્તારનું જ પાણી ભેગું થાય છે. કોઈ દૂરથી નદી, નાળા કે વોકળાનું પાણી આવતું નથી જેથી આવા વખતે આ પક્ષીઓને આવ્યા પછી તુરંત જ સ્થળાંતર કરી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે. આ રણમાં લાંબા સમય સુધી પાણી ભર્યું રહે અને પાણીનો જથ્થો વધુ ભરાઈ તે માટે મેઢાક્રીકની કેનાલના પાણીથી આ રણને ભરી આપવા માંગણી છે, કારણ કે આ કેનાલ છેક કુછડીના રણ સુધી બનેલી છે. ચોમાસામાં બરડા સાગર ડેમ ઓવરફ્લો થતા વધારાનું પાણી રાતડી ગામ પાસેથી નીકળી સમુદ્રમાં નકામું વહી જાય છે, જેથી કિન્દરીમાંથી આ પાણી કેનાલમાં નાખી દેવામાં આવે તો સીધું કુછડીના રણમાં આવીને રણને છલોછલ ભરી શકાય તેમ છે. જેથી અહીં પક્ષીઓનો કાયમી વસવાટ શક્ય બનશે અને અહીં પક્ષીઓના જતન-સંવર્ધન કરવામાં આવે તો ટુરીઝમનો વિકાસ થશે તેમજ સ્થાનિક લોકોને ગાઈડ તરીકે રોજગારી પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો