તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ બંધ રહેવાનું નામ ન લેતા મગફળીનો પાક નાશ પામવાનો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર પંથકમાં વરસાદ બંધ રહેવાનું નામ ન લેતા મગફળીનો પાક નાશ પામવાનો ભય સેવાઇ રહ્યો છે. પોરબંદર જીલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

ભારે વરસાદ પડયો હોવાના કારણે ગ્રામીણ પંથકમાં સર્વત્ર વરસાદી પાણી વહી રહ્યા છે. ખેડૂતોએ વાવેતર કરેલ પાક વરસાદી પાણીમાં ગરક થયો છે. ખાસ કરીને ખેડૂતોએ સૌથી વધુ પ્રમાણમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે. ત્યારે વરસાદ વરસવાનું બંધ ન થતું હોવાથી મગફળીના પાકમાં નુકસાની થવાનો ભય ખેડૂતોમાં સેવાઇ રહ્યો છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડયો હોવાથી ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક પણ વરસાદી પાણીમાં ગરક થયો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થશે તેવા ભઇથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...