પોરબંદરમાં રસીકરણનું ઈન્જેક્શન આપ્યા બાદ બાળકીનું મોત થયાનો પિતાનો આક્ષેપ

Porbandar News - father39s father alleged that the girl died after giving vaccination injection in porbandar 070515

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ પરમારની પોણા બે માસની દીકરી કિરણને ઘરે રસીકરણ આપ્યા બાદ સવારે અચાનક તેમનું મોત નિપજ્યું હતું. આ બાળકીનું મોત રસીકરણના ઈન્જેક્શન આપ્યા બાદ થયું હોવાનો આક્ષેપ દીકરીના પિતાએ કર્યો હતો.

પોરબંદરના ખાપટ નાગદેવતા મંદિર સામે રહેતા રાકેશભાઈ પરમારની એકની એક દીકરી કિરણ પોણા બે માસની થતા ગઈકાલે શનિવારે બપોરે રસીકરણ માટેનો સ્ટાફ તેમના ઘરે આવ્યો હતો અને આ બાળકીને રસીકરણનું ઈન્જેક્શન આપ્યું હતું અને મોઢામાં ટીપાં નાખ્યા હતા. મમતા કાર્ડમાં સહી કરીને સ્ટાફ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ આ બાળકી રાત્રે 10 વાગ્યા સુધી રમતી હતી અને બાળકીની માતા મનિષાબેને બાળકીનું પેટ ભરાવ્યું હતું. ત્યારબાદ રાત્રે પરિવારજનો સૂઈ ગયા હતા અને વહેલી સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે બાળકીનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને બાળકીને નાકમાંથી લોહી, ફીણાઓ અને દવાઓ નીકળતી હતી. જેથી આ બાળકીને તાત્કાલીક ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે આ બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. બાળકીના પિતા રાકેશભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે રસીકરણનું ઈન્જેક્શન અને મોઢામાં ટીપાં પીવડાવવાને કારણે તેમની દીકરીનું મોત થયું છે. બાળકીના મૃતદેહના વિસેરા FSL માં મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શું કહે છે ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ?

રસીકરણના કારણે બાળકીનું મોત થયું છે કે કેમ ? તે અંગે એક જ તબક્કે કાંઈ કહી ન શકાય. PM રીપોર્ટ આવ્યા બાદ સત્ય સામે આવશે. જો રસીકરણને કારણે બાળકીનું મોત થયું હોય તો ઈન્ક્વાયરી બેસાડી તપાસ હાથ ધરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી થશે. ડો. એ.જી. રાઠોડ, ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી

X
Porbandar News - father39s father alleged that the girl died after giving vaccination injection in porbandar 070515
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી