વીજપુરવઠો ખોરવાતા ખેડૂતોએ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ

Porbandar News - farmers scarcity of power supply made the pgvcl office deadline 070515

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
પોરબંદર તાલુકાના માધવપુર અને મુળ માધવપુર ગામના વાડી વિસ્તારમાં વાયુ વાવાઝોડા બાદ અવારનવાર વિજપુરવઠો ગૂલ થઈ જતો હોય જેથી શનિવારે રાત્રીના આ વાડી વિસ્તારના સ્થાનિકો રોષે ભરાયા હતા અને PGVCL કચેરીએ દોડી ગયા હતા અને હલ્લાબોલ મચાવ્યો હતો.

માધવપુર અને મુળ માધવપુર વાડી વિસ્તારમાં ઘણાં સમયથી દિવસમાં 2 વખત બે થી ત્રણ કલાક વિજપુરવઠો કાપી નાખવામાં આવી રહ્યો છે. જેથી કાળઝાળ ગરમીને કારણે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સારડા ફીડરની લાઈન બંધ હોય છે. કર્મચારીઓ દ્વારા પણ યોગ્ય જવાબ કે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી જેથી માધવપુર તેમજ મુળ માધવપુરના વાડી વિસ્તારના આશરે 200 જેટલા લોકો શનિવારે રાત્રે PGVCL કચેરી ખાતે દોડી ગયા હતા. પરંતુ કોઈ જવાબદાર અધિકારી ઉપસ્થિત ન હોવાથી લોકોએ હલ્લાબોલ કરી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ તકે સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય ગોવિંદભાઈ બાલસ, જિલ્લા પંચાયત સદસ્ય ભાનુભાઈ ભુવા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ફોન દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમજ વિજ પુરવઠો વારંવાર ગૂલ થઈ જતો હોવાની જાણ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને પણ કરવામાં આવી હતી. લોકોની સમસ્યાને ધ્યાને લઈ યોગ્ય અધિકારીને શનિવારે રાત્રીના જ સૂચના આપવામાં આવી હતી. જેથી સીમ વિસ્તારના ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલીક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રાત્રીના 2 વાગ્યાના અરસામાં વિજફોલ્ટ શોધી તેને દૂર કરવામાં આવ્યો હતો અને વિજપુરવઠો ચાલુ કરી દેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તસ્વીર : પરેશ નિમાવત

ફીડરનો ફોલ્ટ 66 KV નો છે ત્યારે સામેડા ફીડરની પાવર સપ્લાય નવી બેસાડવામાં આવી છે પરંતુ તે ટ્રીપ મારી જતી હોવાથી સમસ્યા સર્જાય છે. 66 KV ને જાણ કરવામાં આવે છે. ખરાબ કીટ હોવાથી 66 KV ના કર્મચારીઓ દ્વારા રાત્રીના આવીને ફોલ્ટને શોધીને 2 વાગ્યે ચાલુ કરી દેવામાં આવી છે અને કીટ બદલાવી નાખવામાં આવતા હવે સમસ્યા નહીં રહે. એ.એ. ચોચા, ડેપ્યુટી એન્જીનીયર PGVCL

X
Porbandar News - farmers scarcity of power supply made the pgvcl office deadline 070515
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી