તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક વીમામાં ક્રોપકટીંગ અંગેની માહિતી ન આપતાં ખેડૂતોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના વડાળા ગામે રહેતા જેઠાભાઈ પરબતભાઈ મોઢવાડીયા નામના વ્યક્તિએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે માહિતી માંગી હતી જેમાં પાક કાંપણીના અખતરાના આંકડાની વિગત માંગવામાં આવી હતી. આ માહિતી તાલુકાવાર હેક્ટર દીઠ સરેરાશ ઉપજ ક્રોપકટીંગની માહિતી માંગવામાં આવી હતી. પરંતુ પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પાક કાપણી અખતરા આધારીત તાલુકાવાર હેક્ટર દીઠ ઉપજના આંકડા તથા થ્રેસહોલ્ડ ઉપજની વિગત ખાનગી પ્રકારની છે તેમજ તેનો દુરઉપયોગ થઈ શકે તેમ હોવાથી માહિતી અધિકાર હેઠળ માહિતી આપવાની રહેતી નથી. આ ઉપરાંત ખેતીવાડી જિલ્લા અધિકારીએ એવું પણ લેખિતમાં જણાવ્યું હતું કે વીમા યોજના હેઠળ પાક કાપણી અખતરા ગોઠવવામાં આવે છે. ક્રોપ કટીંગના આંકડા આપી શકાય તેમ નથી અને હાલ રેકર્ડમાં પણ ઉપલબ્ધ નથી તેવું જણાવ્યું હતું. આથી આ માહિતી સંતોષકારક જવાબ આપતી ન હોવાથી વડાળા ગામના જેઠાભાઈ ઉચ્ચ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...