તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની-પુત્રીને ભરણપોષણ ચૂકવવા ફેમિલી કોર્ટનો હુકમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં શારીરિક-માનસિક ત્રાસ આપી પુત્રી સાથે પત્નીને કાઢી મૂક્યાનો બનાવ બનતાં પત્ની અને પુત્રીને માસિક રૂપિયા ચાર હજાર લેખે ભરણ પોષણ ચુકવવા ફેમિલી કોર્ટે હુકમ કર્યો છે.

પોરબંદરમાં કાજલબેન પ્રેમજીભાઈ ગોહેલના થોડા વર્ષો પહેલા વિપુલ મોહન મોતીવરસ સાથે લગ્ન થયા હતા. અને ત્યારબાદ કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને વિપુલે તેમના પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપીને ઘરેથી કાઢી મૂક્યા હતા. આથી માતા પિતાને ત્યાં ઓશિયાળું જીવન જીવતી આ પરિણીતાએ પતિ સામે ભરણપોષણની અરજી કરી હતી. અરજદારે એડવોકેટ જગદીશ ભાઈ મોતીવરસ મારફત ભરણપોષણ માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ફેમિલી કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલોને ધ્યાને લેવામાં આવી હતી. અને બંને પક્ષને સાંભળ્યા બાદ પત્નીને માસિક રૂપિયા 2500 અને પુત્રીને માસિક રૂપિયા 1500 લેખે કુલ 4000 રૂપિયા ભરણપોષણ ચૂકવવા ફેમિલી કોર્ટે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો