ટેકાના ભાવની મગફળીની ખરીદી માટે મુદ્દત લંબાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદીની મુદત લંબાવવા માંગ કરી હતી. પોરબંદર જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન મંજુબેન કારાવદરા તથા પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ કૃષિ મંત્રીને રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે સરકાર દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ આ ખરીદીની તારીખ 13 ફેબ્રુઆરીના રોજ પૂરી થાય છે. પોરબંદર તાલુકામા 1500 ખેડૂતોની મગફળી ખેડૂત ભાઈઓનો વારો આવ્યો નથી. જેથી મગફળી જોખાણી નથી. આ રીતે પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાના અનેક ખેડૂતોનો વારો આવેલ નથી. જેના કારણે ખેડૂતોની મગફળી પેન્ટિંગ પડી છે. જેથી સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદીની મુદત લંબાવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...