તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃત્તિ બાદ પણ 2 આર્મી જવાનો વિનામુલ્યે યુવાનોને આપે છે તાલીમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા આર્મીના નિવૃત જવાન હરીશભાઈ ડોડીયા અને ધનજીભાઈ શીંગરખીયાએ દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. તાજેતરમાં પોલીસની ફિઝીકલ પરિક્ષા આપવા માટે 1 મહિનાથી વિનામૂલ્યે યુવાનોને તાલીમ આપી રહ્યા છે.

સરહદના જવાનોમાં દેશપ્રેમ હોય એમાં તો કોઈ શક જ નથી પરંતુ નિવૃત્ત થયા બાદ પણ પોતાનો દેશપ્રેમ જવાનો યથાવત રાખતા હોય છે અને જરૂર જણાય ત્યાં ઉપયોગી પણ બનતા હોય છે. ત્યારે પોરબંદરના છાંયા વિસ્તારમાં ભીમરાવ ચોક નજીક રહેતા દેશના નિવૃત જવાન હરીશભાઈ ડોડીયા અને ધનજીભાઈ શીંગરખીયાએ નિવૃત થયા બાદ યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપવાનું શરૂ કર્યું છે.

હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના માહોલમાં યુવાનો મોંઘીદાટ ફી ચૂકવીને ટ્રેનીંગ લેતા હોય છે ત્યારે આ નિવૃત જવાનોએ પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયેલા 50 થી વધુ યુવક-યુવતીને કોઈપણ જાતની લોભલાલચ વગર વિનામૂલ્યે પોરબંદરની માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં ટ્રેનીંગ આપી રહ્યા છે, આ રીતે વિનામૂલ્યે તાલીમ આપીને બન્ને નિવૃત જવાન દેશપ્રેમ સાથે સામાજીક ઉત્તરદાયીત્વ પણ નિભાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો