તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DJ ના તાલ સાથે ભૂલકાઓએ પતંગ ચગાવવાની મોજ માણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા છેલ્લા 6 વર્ષથી પતંગ મહોત્સવની ઉજવણી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. શહેરમાં આવેલ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા ઉપસ્થિત રહ્યા હતા, તેમના હસ્તે નાના ભૂલકાઓને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં નાના ભૂલકાઓને ડી.જે. ના તાલ સાથે પતંગો ચગાવવાની અનેરી મોજ માણી હતી. આ તકે સુદામા ડેરી, યોનો એસબીઆઇ, નર્મદા મિલ્ક ઓરિયન્ટ અબ્રેસીવ, ક્રિષ્ના કલોથિંગ, અશોક સ્ટેશનરી, વેલજી પી એન્ડ સન્સ, જોષી એન્ડ કો., કંચન બોટલીંગનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ‘દિવ્ય ભાસ્કર’ ના યુનિટ સેટેલાઇટ હેડ ઇસ્પાલ સિંહ, બ્યુરો ચીફ મહેશ લુક્કા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...