તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશો કરેલી હાલતમાં એસીડ પી જતા આધેડનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં વાઘેશ્વરી પોર્ટ કોલોનીમાં રહેતા આધેડે નશો કરેલી હાલતમાં પોતાનાં બાથરૂમમાં પડેલ એસિડ પી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોરબંદરમાં વાઘેશ્વરી પોર્ટ કોલોની બિલ્ડીંગ 1 રૂમ નં. 27 માં રહેતો વેલજી દેવજી ચામડીયા (ઉ. વર્ષ 58) નામનાં આધેડે પોતાનાં રૂમમાં બાથરૂમમાં કેફી પીણું પી નશાગ્રસ્ત હાલતમાં બાથરૂમમાં પડેલ એસિડ ભૂલથી પી જતા વધુ સારવારઅર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજતા તેમનાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...