તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુદામા મંદિરમાં સફાઇના આધુનિક મશીનો પર ધૂળના થર જામી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતભરમાં શ્રીકૃષ્ણસખા સુદામાજી નું મંદિર એકમાત્ર પોરબંદર ખાતે આવેલુ છે. દેશ-વિદેશમાંથી પર્યટકો આ મંદિરની મુલાકાત લેવા માટે ઉમટી પડતા હોય છે. સુદામા મંદિરમાં દરરોજ અનેક પર્યટકો આવે છે. ત્યારે મંદિરની વ્યવસ્થા જાળવવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. પ્રવાસન સમિતી દ્વારા આ મંદિરની યોગ્ય સફાઇ માટે 10 માસ પહેલા 2 આધુનિક સાધનો આપવામાં આવ્યા હતા. પરંતુ વ્હીલચેર સહિત સફાઇના 2 આધુનિક મશીનો ઉપયોગમાં લેવામાં આવતા નથી. મંદિરના પટાંગણમાં વર્ષોથી બંધ પડેલી ઘી ની લેબોરેટરીમાં આ આધુનિક મશીનો ધૂળ ખાઇ રહ્યા છે અને હાલ આ મશીનો ઉપર જારા લાગી ગયા છે. આ મંદિર મામલતદાર હસ્તક આવેલુ છે. પરંતુ આ મંદિરની સલામતી માટે CCTV કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. મંદિરના પટાંગણમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ફુવારા મૂકવામાં આવ્યા હતા પરંતુ આ ફુવારાઓ પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે તેમજ ફુવારા વચ્ચે ગંદકીના ગંજ ખડકાઇ ગયા છે. આ ઉપરાંત ઠેર ઠેર ગંદકી નજરે ચડે છે અને યાત્રાળુને બેસવા માટેના બાકડાંઓ પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા વ્યવસ્થા અને સાધનોની જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...