તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશચતુર્થીના તહેવાર દરમિયાન ચોરાયેલ સ્કુટરનો ભેદ ઉકેલાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં ગણેશચતુર્થીના તહેવારો દરમિયાન ચોરાયેલ સ્કૂટરનો LCB એ ભેદ ઉકેલી 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઈન્ચાર્જ LCB PI એચ.એન. ચુડાસમા તેમજ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના વિજયરાજસિંહ જાડેજા અને વિપુલ બોરીચાને મળેલ ચોક્કસ બાતમીના આધારે એસ.ટી. રોડ પરથી 2 શખ્સોને સ્કૂટર સાથે ઝડપી લીધા હતા અને પૂછપરછ દરમિયાન નવા કુંભારવાડા શેરી નં. 26 માં રહેતા કાના વેજા ઉર્ફે ગોગન મોકરીયા અને નવા કુંભારવાડા શેરી નં. 6 માં રહેતો અંકુર અશોક ફટાણીયા નામના આ બન્ને શખ્સોએ ચારેક માસ પહેલા ગણેશચતુર્થીના તહેવારો દરમિયાન મુકેશ જાદવ મોદીનું એસ.ટી. બસ સ્ટેશન પાસેથી સ્કૂટર પાર્ક કર્યું હતું જે ચોરી કરી ગયાની કબુલાત આપી હતી. જેથી પોલીસે સ્કૂટર સાથે બન્ને શખ્સોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો