તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂની કલેક્ટર કચેરી ખાતે આધારકાર્ડની કામગીરી ઠપ્પ : અરજદારોને ધરમનાં ધક્કા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં જુની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઘણાં સમયથી આધારકાર્ડની કામગીરી ધમધમતી હતી. પોરબંદર ઉપરાંત આસપાસના ગ્રામ્યપંથકના લોકો આધારકાર્ડની અલગ-અલગ કામગીરી માટે આવતા હતા. પરંતુ આ કચેરી ખાતે છેલ્લા 12 દિવસથી ટેકનિકલ કારણોસર આધારકાર્ડની કામગીરી બંધ હોવાના પોસ્ટર ચીપકાવી દીધા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે. બેન્કથી માંડીને દરેક કચેરીમાં આધારકાર્ડ માંગવામાં આવી રહ્યા છે ત્યારે નવા આધારકાર્ડ ઉપરાંત આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા માટે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી પોરબંદર આધારકાર્ડની કામગીરી માટે આવતા હોય છે. પરંતુ છેલ્લા 12 દિવસથી જુની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટેકનિકલ કારણોસર આધારકાર્ડની કામગીરી બંધ થઈ જતા અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે. અને ધરમના ધક્કા ખાવાથી લોકો ટલ્લે ચડી રહ્યા છે. તાજેતરમાં જ મિયાણી ગામથી આવેલી મહિલાઓ આધારકાર્ડની કામગીરી માટે આ કચેરીએ આવી પહોંચ્યા હતા અને આધારકાર્ડની કામગીરી બંધ હોવાનું જણાતા પરેશાની ભોગવી હતી. અને તેઓએ એવું જણાવ્યું હતું કે અમે અભણ છીએ. મીયાણીથી કામ મૂકીને આવ્યા છીએ અમને કાંઈ ખબર નથી. આવા તો અનેક અરજદારો પોતપોતાનું કામકાજ મૂકીને આ કચેરીએ આધારકાર્ડ માટે આવે છે પરંતુ આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી નિરાશ થઈ પાછા ફરી જાય છે. આથી તાત્કાલીક આ કચેરીમાં આધારકાર્ડની કામગીરી ફરીથી ધમધમે તેવી માંગ પ્રબળ બની છે.

ઘણાં વખતથી જુની જિલ્લા કલેક્ટર કચેરીએ આધારકાર્ડની કામગીરી થતી હતી. પરંતુ હાલ બન્ને ઓપરેટરોના અભાવે કામગીરી બંધ થઈ ગઈ છે. આધારકાર્ડની કામગીરી માટે યોગ્ય ઉમેદવારે પરીક્ષા આપવાની હોય છે અને ત્યારબાદ ઓપરેટરોની નિમણુંક થતી હોય છે. હજુ 15 દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે. અધિકારી મારૂ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...